ભારતના એજ્યુકેશન લોન માર્કેટમાં નાના શહેરોનું પ્રભુત્વ
ભારતના એજ્યુકેશન લોન માર્કેટમાં નાના ટાઉન્સે મેટ્રો શહેરોને પાછળ છોડ્યા

નવી દિલ્હીઃ ભારતના એજ્યુકેશન લોન માર્કેટમાં મેટ્રો શહેરોને નાના શહેરોએ પાછળ છોડી દીધા છે. આજે ભારતના એજ્યુકેશન લોન માર્કેટમાં 86 ટકાથી પણ વધુ લોન અરજીઓ બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોની છે. એજ્યુકેશન ફાઇનાન્સિંગ પ્લેટફોર્મ કુહૂ મુજબ જાન્યુઆરી 2025થી જુલાઈ 2026 વચ્ચે 86.5 ટકા અરજીઓ બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોની છે.
એજ્યુકેશન લોનમાં મેટ્રોનો દબદબો ખતમ
આ બતાવે છે કે એજ્યુકેશન લોનમાં મેટ્રો શહેરોનો દબદબો પાછળ છૂટી ગયો છે. આ બતાવે છે કે સારી રોજગાર તકોનો ફાયદો મળતો હોય કે તેનું સર્જન થતું હોય તો નાના શહેરોના લોકોને પણ એજ્યુકેશન લોન લેવામાં કોઈ વાંધો નથી. કુહૂ પાસે 2.5 લાખથી પણ વધુ લોન અરજીઓ આવી છે, જેમાં 7,500 કરોડ રૂપિયાથી વધુ રકમની લોનની માંગ કરવામાં આવી હતી.
ઉત્તરપ્રદેશ લોન અરજીઓમાં સૌથી આગળ
આ લોન અરજીઓમાં જોઈએ તો ઉત્તરપ્રદેશ 12.87 ટકા અરજીઓ સાથે સૌથી આગળ છે. જ્યારે તેના પછીના ક્રમે મહારાષ્ટ્ર 12.52 ટકા સાથે આવે છે. ત્રીજા ક્રમે કર્ણાટક 7.16 ટકા સાથે આવે છે. જ્યારે બિહાર 6.91 ટકા સાથે ચોથા ક્રમે આવે છે અને તમિલનાડુ 6.77 ટકા સાથે આવે છે. બાકીના રાજ્યોમાં જોઈએ તો આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગણા, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
સારા વેતનની ખાતરી મળતી હોય તો નાના શહેરો લોન લેવામાં પાછળ નથી
આ વાત તેનો પુરાવો છે કે જો સારા વેતનની ખાતરી મળતી હોય તો નાના શહેરોના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે લોન લેવામાં જરા પણ પાછા પડતાં નથી. તેમના આ નિર્ણયમાં તેમના કુટુંબનું પણ તેમને સમર્થન હોય છે. પ્રોફેશનલ પ્રોગ્રામ લાખો રૂપિયામાં પડે છે. તેમા કૌટુંબિક માસિક આવકનો પનો ટૂંકો પડતો હોય છે. ઘણી વખત તો આ પ્રકારના પ્રોગ્રામ વિદ્યાર્થીઓની નાણાકીય પહોંચની બહાર હોય છે. આ સંજોગોમાં તેમના માટે લોન લેવા સિવાય કોઈ આશરો હોતો નથી.
જોબ ટ્રેનિંગ પ્રોગ્રામ લોનના આંકડામાં મોખરે
કુહૂના લોન આંકડામાં જોઈએ તો જોબ ટ્રેનિંગ પ્રોગ્રામ કુલ ફાળવણીમાં 41.70 ટકા હિસ્સો ધરાવે છે, આ તેને સૌથી મોટી કેટેગરી બનાવે છે. તેના પછીના ક્રમમાં એમબીએ પ્રોગ્રામ 29 ટકા સાથે ફાળવણી સાથે આવે છે. જ્યારે ઓનલાઇન કોર્સ માટેની ફાળવણી 9.80 ટકા છે. એન્જિનિયરિંગ માટે 5.50 ટકા ફાળવણી કરાય છે. જ્યારે મેડિકલ માટે 4.70 ટકા લોન ફાળવણી કરાય છે. આમ કુલ લોન ફાળવણીમાં જોબ ટ્રેનિંગ અને એમબીએ પ્રોગ્રામનો હિસ્સો જ 70 ટકા જેટલો છે.
ત્રીજી શ્રેણીના શહેરો એટલે કે અત્યંત નાના ટાઉનમાં પણ જો નોકરીમાં સારી આવકની સંભાવના દેખાતી હોય તો સ્પેશ્યલાઇઝ્ડ જોબ ટ્રેનિંગ પાછળ ત્રણથી પાંચ લાખ રૂપિયા ખર્ચવામાં કોઈને વાંધો નથી. તેના પછી બીજા બધા અભ્યાસક્રમની તુલનાએ એમબીએ પાછળ વધુ રકમ ખર્ચવા લોકો તૈયાર છે તે જોઈ શકાય છે.
Also Read

Bollywood એક્ટર ઑફિસ ભાડા પેટે કમાશે ₹14 કરોડ

જ્યુટ બેગના જૂના ભાવ પર અંતિમ મહોર, પેકેજિંગ કંપનીઓ માટે શું બદલાશે?

BISનો મોટો નિર્ણય! ઉત્પાદન ઉદ્યોગ માટે 35 નવા Standards જાહેર

ESICનો મોટો નિર્ણય! અંતિમવિધિ માટે હવે ₹20,000ની સહાય

કેન્સરની 137 દવાઓ થશે સસ્તી, 9 નવેમ્બરથી નવા ભાવ લાગુ

પ્રિયાગોલ્ડ બિસ્કિટમાં આ શું? તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો!

FSSAIનો મોટો પ્રસ્તાવ: 6 મહિના સુધીનાં બાળકોના ફૂડમાં ઉમેરેલી ખાંડ પર પ્રતિબંધની તૈયારી




